નવલાં વા’ણાં વાયાં
નવલાં વા’ણાં વાયાં રે જાગો નવલાં વા’ણાં વાયાં
નયનો કાં ઘેરાણાં રે જાગો નવલાં વા’ણાં વાયાં
નવયુગનો સૂરજ નભમાં પ્રગટ્યો
નવલાં ચેતન કિરણો લાવ્યો
અંધારાં અકળાયાં રે, જાગો નવલાં વા’ણાં વાયાં
વન વન પંખી કલરવ કરતાં
હસતાં રમતાં ઝરણાં કરતાં
પંકજ દલ મલકાયાં રે જાગો, નવલાં વા’ણાં વાયાં.
જાગો રે માનવગણ જાગો
યુગ યુગની નીંદરડી ત્યાગો
દળ વાદળ વિખરાયાં રે જાગો, નવલાં વા’ણાં વાયાં.