મંગલમ્/રિમઝિમ
રિમઝિમ
રિમઝિમ ઘન ઘન રે વરસે (૪)
ગગને ઘન ઘટા, શિહરે તરુલતા
મયૂર મયૂરી નાચી છે હરિષે રિમઝિમ…
દિશ દિશ સચકિત, દામિની દમકતી
ચમકી ઊઠે છે હરિણી તરસે રિમઝિમ…
રિમઝિમ ઘન ઘન રે વરસે (૪)
ગગને ઘન ઘટા, શિહરે તરુલતા
મયૂર મયૂરી નાચી છે હરિષે રિમઝિમ…
દિશ દિશ સચકિત, દામિની દમકતી
ચમકી ઊઠે છે હરિણી તરસે રિમઝિમ…