મંગલમ્/તમે રે સુંદર વનના સૂડલા

Revision as of 03:23, 1 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તમે રે સુંદર વનના સૂડલા

તમે રે સુંદર વનના સૂડલા
અમે રે કલકંઠનો કિલકાર,
અમે રે બેની ને તમે બંધવા
મનના મળ્યા તારે તાર,
એક રે ક્યારીમાં દોનો મોરિયા (૨)
તમે રે ઘુઘરિયાળી ઝાંઝરી
અમે રે એક ઝીણેરો ઝણકાર…અમે રે.
તમે રે છત્તર અમે છાંયડી
અમે ધરીયે તમારો આકાર…અમે રે.
તમે રે મીઠેરા જળની વાવડી
અમે તો એક પથ્થરનો પગથાર…અમે રે.
તમે રે મૈયર ગઢના ટોડલા
અમે તો એક ગઢની કિનાર…અમે રે.