બાળ કાવ્ય સંપદા/હું તો પૂછું

Revision as of 02:36, 13 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હું તો પૂછું

લેખક : સુન્દરમ્
(1908-1991)

હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગવાળી
આ ટીલડી કોણે જડી ?
વળી પૂછું કે મીંદડીની માંજરી શી આંખમાં
ચકચકતી કીકીઓ કોણે મઢી ?
હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે
ત્યાં કૂંપળો કોણે કરી ?
વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધકેરી ધોળી
મીઠી ધાર કોણે ભરી ?
હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી ને ડોસીની
ઝૂંપડી કોણે મઢી ?
વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી
ભમરડી આ કોણે કરી ?
હું તો પૂછું કે પોપચે મઢેલી આ દશ દિશ દેખંતી
આંખ મારી કોણે કરી ?
વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ
આભલાની ચૂંદડી કોણે કરી ?