બાળ કાવ્ય સંપદા/પરીરાણી

Revision as of 01:11, 27 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પરીરાણી

લેખક : ધર્મેન્દ્ર પટેલ
(1969)


વાદળનું વિમાન લઈને પરીરાણી આવી,
નાનકડાં ભૂલકાંને માટે વાતો મીઠી લાવી.
– વાદળનું વિમાન...

ચાંદાની ધરતીની એ તો વાતો કરતી મીઠી,
હરતીફરતી દુનિયા આખી એણે નજરે દીઠી.
બાળક સહુને ખોળે લઈ, વ્હાલ કરતી માથે,
તારલિયાનો દેશ બતાવે સહુને લઈ સંગાથે.
– વાદળનું વિમાન...

દૂર આભમાં ઊંચે ઊંચે ઊડતી ઊડતી જાતી,
બાળક દેખી પરીરાણી, ગીત મજાનું ગાતી.
સાચી સાચી શીખ દઈને, વાત ન્યારી કરતી,
દુનિયાભરનાં બાલુડાંને, હૈયે આનંદ ભરતી,
– વાદળનું વિમાન....