ભષ્મ
(વસંત-મૃદંગ)
અંધારું દીપ લઈ ઘૂમતું શીદ ચૌટે?
નાકાં વટાવતું ઘરેઘર આંગણે રહે,
ઊભું : કશુંક ઉઘરાણું પતાવતું ફરે...
ને કોકની પવન પાલખી પૂંઠ દોડે...
વાગી રહે ક્યહીંક શ્વાનમુખે નગારાં,
કે ક્યાંક ભૈરવ રૂપે રખડે અઘોરી
બાવોઃ અજાણ તરુને થડ ખીલડો દઈ
ગેબી રવે હણહણી ઉપડે તુરંગ...
દૂર્વામહીં લપકતો કૃશ કાય નોળિયો
શોધે કશુંક મળી જાય કદી ભુજંગ,
જાગે ઉલૂક ઊડતાં પડછાંય છાંટે,
કેવો ધરીય દીપ કુર્કટ કંઠ ખોલે?
અંબાડિયું [1] કરી મસાણ અમાસ પથરે,
ઊડી બધે સહજ ભષ્મ દબાણ આદરે.
- ↑ અંબાડિયું - છાણાનો ઢગ