સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘ગની’ દહીંવાલા/તમન્ના
Jump to navigation
Jump to search
બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,
નિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું....
સજાવીશું તમન્નાઓની મહેફિલ એક દી જોજો,
ધરા ત્યારે ગગન બનશે, અમે તારા બની જાશું....
પડીશું તો ગગનના ઘૂમટેથી મેહુલા રૂપે,
ઉરે ફળની તમન્ના લઈને માટીમાં મળી જાશું.
પતંગાની અગન લઈને ‘ગની,’ કંઈ શોધીએ શાતા;
દીસે છે દૂર પેલી જ્યોત, ત્યાં જઈને બળી જાશું.
[‘ગાતાં ઝરણાં’ પુસ્તક]