અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/કાવ્ય (એનું મૂળ પૃથ્વીના...)
કાવ્ય (એનું મૂળ પૃથ્વીના...)
નલિન રાવળ
એનુંમૂળ
પૃથ્વીનાઅંતરાલમાં
ગર્જતાલાવાનાસમુદ્રતલની
તળે
ખડકનીટોચઉપર
ફૂટતા
સહસ્રદલપદ્મનીનાભિમાં
એનીશાખ-પ્રશાખા
ભાનુનાભર્ગનીયપારનાભર્ગમાંઝલમલે
પણરાત્રિએચન્દ્રડોલાવતી
એનીપર્ણમર્મર
હજારહૈયાંપરઝરમરે
ત્યારે
મનેઅનહદગમે.