અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/સ્નૅપ-શૉટ
Revision as of 04:47, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્નૅપ-શૉટ|પન્ના નાયક}} <poem> આજે ખુશ છું કેમ, એ તો નથી સમજાતું....")
સ્નૅપ-શૉટ
પન્ના નાયક
આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.
આ ખુશીનો
સ્નૅપ-શૉટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય?