અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/કાવ્ય (એનું મૂળ પૃથ્વીના...)

From Ekatra Wiki
Revision as of 05:10, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
કાવ્ય (એનું મૂળ પૃથ્વીના...)

નલિન રાવળ

એનું મૂળ
પૃથ્વીના અંતરાલમાં
ગર્જતા લાવાના સમુદ્રતલની
તળે
ખડકની ટોચ ઉપર
ફૂટતા
સહસ્રદલ પદ્મની નાભિમાં
એની શાખ-પ્રશાખા
ભાનુના ભર્ગનીય પારના ભર્ગમાં ઝલમલે
પણ રાત્રિએ ચન્દ્ર ડોલાવતી
એની પર્ણ મર્મર
હજાર હૈયાં પર ઝરમરે
ત્યારે
મને અનહદ ગમે.