સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગીતા પરીખ/ઘસરકો

Revision as of 04:33, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> બા, તમે અહીં હતાં ત્યારે ઘરમાં કેવાં હવા જેમ ભળી જતાં! અને અહીંથી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

બા,
તમે અહીં હતાં ત્યારે
ઘરમાં કેવાં હવા જેમ ભળી જતાં!
અને અહીંથી ગયાં ત્યારે પણ...
તમારા જવાનો સ્હેજ અમથો ઘસરકો પણ
આકાશના ફલક પર
(અમારાં હૃદય પર?)
ક્યાંય અંકાય નહીં — વાગે નહીં —
તેવી હળવાશથી તમે સરી ગયાં!