અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/ગતિ ગતિનાં ગીત

From Ekatra Wiki
Revision as of 05:37, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
ગતિ ગતિનાં ગીત

‘પંથી’ પાલનપુરી

સમય સમયનાં સપનાં સાથી,
ગતિ ગતિનાં ગીત
કાગળની દીવાલે કીધાં
શબ્દોમાં અંકિત
ઘાટ અટૂલો રહ્યો તૃષાતુર
નદી વહી ગઈ દૂર
વ્યાપેલો સુનકાર બધેબધ
ક્યાંય ન સરતો સૂર
મોસમ સાથે વહી ગયાં સૌ
મોસમનાં મનમીત...
એકલ બેઠો ભીંત અઢેલી
અવાવરું ઓસરીએ
પર્ણોને ફરકાવી ઊડ્યા
પવન કેમ વીસરીએ?
મહેરામણ શો ઊછળે પાછળ
પથરાયેલ અતીત...
(સમાન્તર, ૧૯૮૪, પૃ. ૧૦૯)