દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/કવિતા કરતાં કરતાં ભાષા મને લખે
Revision as of 03:13, 3 May 2025 by Meghdhanu (talk | contribs) (Meghdhanu moved page User:Meghdhanu/Sandbox/દિલીપ ઝવેરીની ચૂંટેલી કવિતા/ભાષા મને લખે to User:Meghdhanu/Sandbox/દિલીપ ઝવેરીની ચૂંટેલી કવિતા/કવિતા કરતાં કરતાં ભાષા મને લખે without leaving a redirect)
કવિતા કરતાં કરતાં ભાષા મને લખે ભાષા મને લખે
૧૩
કવિતા કરતાં કરતાં
ભાષા મને લખે
અને મને ખબર પણ ન પડે
કે મને છેકતી જાય
છેકાતો અક્ષર તે હું જ અને શાહીનો લીટો પણ હું
ફરી લખાતા કોઈ અક્ષરમાંથી કદાચ મારા નામની એંધાણી મળશે
એમ માની હું લખ્યું જાઉં
અને શાહી ભાષામાં ઓગળી જાય
ઝાડની હલબલતી છાયાને તાણી જતી નદીની જેમ
હવે પાંદડાંની જેમ અક્ષરોને ઓઢી હું ઝાડ જેવો ઊભો રહું
વરસતા લીટા હેઠળ.
**
‘પરબ’, નવેમ્બર ૨૦૦૩