શ્રાવણી સંધિકાએ
વ્હાલી, આજે શ્રાવણી સંધિકાએ
ગગન સજલ : મેઘે આછું છવાયું :
ધીરે ધીરે વર્ષતી ઝર્મરોએ
સુભગ તનુ ધરાનું શોભતું સ્નેહન્હાયું :
ભર્ગના કરથી ત્યારે ભાસ્કરે સપ્ત રંગનાં
પુષ્પોની માળ આરોપી મુગ્ધ એ બેઉ કંઠમાં.
વિનય નત શિરે એ શાં ઊભાં આત્મમગ્ન,
પૃથ્વી ને મેઘ! કેવું શિવકર સહુને રે હતું બ્રાહ્મલગ્ન!