ભજનરસ/અલખ નિશાની
એસી અલખ નિશાની હો જી,
ગુરુગમ વિરલે જાની મોરે અવધૂ, એસી અનભૈ નિશાની હો જી.
ઉનમુન રહેના, ભેદ ન દેના, પીઓ પીઓ નિરમળ પાણી હો જી,
ગુરમુખજ્ઞાન ગગન જઈ રહેના, શૂનમેં સુરતા ઠેરાણી મોરે અવધૂ,
શૂન શિખરસે ગંગા નીકસી, ચૌદિશ પાની પાની હો જી,
ઉસી પાની મેં દો પરવત પૂરે, સો સાયર લહેર સમાની મોરે અવધૂ,
મેરુ શિખર પર મછીઆ બેઠી, વાકા લોચન નાર્હી હો જી,
હાથ જ નાંહી વાકું પાંવ જ નાંહી,
સો ઝુલક રહી જલમાંહી મોરે અવધૂ
ગુરુ પ્રતાપે એક જડીઅર ઊઠ્યા, સો ઊલટી લહેર સમાણી હો જી,
તન કર કૂવા ગગન કર વાડી,
સો સહેજાં મેં ઘડીઆં ઢોરાણી મોરે અવધૂ,
દેહીમે એક દેવા બિરાજે, ગુપ્ત ગણેશા બેઠા હો જી,
ત્રિકૂટી મહેલ પર હુવા અજવાળા,
વો તો દ્વાદશ અંશુલ પેઠા મોરે અવધૂ,
સીંચત સીંચત ઉપજન લાગા, નીપજન લાગા હીરા હો જી,
મચ્છેન્દ્ર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા, સમજ સમજ મન ધીરા
મોરે અવધૂ, એસી અલખ નિશાની.
એસી અલખ નિશાની
આ વચનમાં ગોરખનાથ એક અશક્ય લાગતી વસ્તુને શક્ય થતી દર્શાવે છે. જે અલખ છે, જે લક્ષ્યાતીત છે, જે કોઈ ઓળખથી પર છે, જેને કશુંય પદ નથી, ચિહ્ન નથી એની પણ ઓળખાણ થઈ શકે છે. અલખ ને અલખની નિશાની, એ બંને જાણે કે એક, જે ન બની શકે તેવી ઘટનાને શક્ય દર્શાવે છે. તો અલખ નિશાની – અલક્ષ્ય છે તેને કઈ રીતે પામી શકાય, અને કઈ રીતે પોતાની કરી શકાય, તે સમજાવતાં ગોરખનાથ કહે છે : ‘ગુરુગમ વિરલે જાની’. ગુરુ પાસેથી, અનુભવી પાસેથી તે વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ વિરલ પુરુષ આ નિશાની પોતાની અંદર ઉતારી શકે છે. એ નિશાની કેવી છે?
એસી અનભૈ નિશાની હો જી
તે નિર્ભય પદ છે. ભયનું જ્યાં નામનિશાન નથી એવી એ નિશાની છે. જગતમાં સર્વ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ભય છુપાયેલો છે. આ એક એવું પદ છે કે જે સદાકાળ માટે મનુષ્યને નિર્ભય બનાવે છે. આ નિશાની વિશે ગોરખનાથ તેને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સમજાવે છે.
ઉનમુન રહેના ભેદ ન દેના