અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/હું એને જગાડું છું

Revision as of 07:39, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું એને જગાડું છું|લાભશંકર ઠાકર}} <poem> હું દરિયાના જળરાશિમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હું એને જગાડું છું

લાભશંકર ઠાકર

હું
દરિયાના જળરાશિમાં
હલબલતો વિસ્તાર.
પવનની ગલીપચીનાં
ગતિશીલ શિલ્પોને
મેં નકાર્યાં નથી.
ને
ચંદ્રના શીતલ લેપોથી
આકાશને પલાળી નાખ્યું છે.
ટેકરીઓની
ઉત્ફુલ્લ છાતીની છાયાઓથી
ટકરાયો છું
ને પર્વતની
પ્રલંબ કાયાઓ સાથે
મૈથુનમગ્ન બન્યો છું.
કાંઠા-ખડક પર
જાળ નાખી,
ઈશ્વર ઊંઘી ગયો છે;
હું
એને જગાડું છું.