ભજનરસ/ચંદની રાત કેસરિયા તારા
Revision as of 10:00, 19 May 2025 by MeghaBhavsar (talk | contribs) (Replaced content with "{{SetTitle}} {{Heading| ચંદની રાત કેસરિયા તારા | }} {{Block center|<poem> ચંદની રાત કેસરિયા તારા રે, {{right|પોઠી ભરવા ચાલ્યા વણઝારા રે.}} વણઝારે આડત કીધી રે, {{right|કાયા નગરી ઈજારે લીધી રે.}} દાણી, દાણ ઘટે તે લેજો રે, {{right|...")
ચંદની રાત કેસરિયા તારા
ચંદની રાત કેસરિયા તારા રે,
પોઠી ભરવા ચાલ્યા વણઝારા રે.
વણઝારે આડત કીધી રે,
કાયા નગરી ઈજારે લીધી રે.
દાણી, દાણ ઘટે તે લેજો રે,
પોઠી હમારા જાવા દેજો રે.
જેવા વાડીના કુંમલા મરવા રે,
તેવા પોઠી હમારે ભરવા રે.
ભલે મલિયા, ભલે મલિયા રે,
તારા ગુણ ન જાયે કલિયા રે.
મહેતા નરસૈંયાના સ્વામી રે,
સરવે ગોપી આનંદ પામી રે.