અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગુલામમોહમ્મદ શેખ/સ્વપ્નમાં પિતા
Revision as of 10:47, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્વપ્નમાં પિતા|ગુલામમોહમ્મદ શેખ}} <poem> બાપુ, ગઈ કાલે તમે ફરી...")
સ્વપ્નમાં પિતા
ગુલામમોહમ્મદ શેખ
બાપુ, ગઈ કાલે તમે ફરી દેખાયા
ઘરથી હજારો જોજન દૂર અહીં બાલિકના કિનારે
હું સૂતો છું ત્યાં
તમે ખાટલે આવી ઊભા આ અજાણી ભૂમિમાં.
ભાઈઓના ઝઘડામાં સંઘાણ કર્યું
ત્યારે પહેર્યો હતો તે જ થીગડિયાળ, કરચલિયાળ કોટ,
દાદા ગયા ત્યારેય આમ જ ઊભા હશો
એકલ દાદાનો કરચલિયાળ હાથ ઝાલી.
તમે ક્યારે કાઠિયાવાડ છોડી ક્રાઇમિયાના
શરણાર્થીઓ જોડે અહીં વસ્યા?
ભોગાવો છોડી, ભાદર ઓળંગી
રોમન બુરજના કાંગરા ચડી
ટપાલીનો થેલો ખભે નાખી તમે ઊતરી આવ્યા અહીં લગી—
તમારી પૂંઠે તો જુઓ દોડી આવ્યું કબ્રસ્તાન!
(દરેક કબ્રસ્તાનમાં મને તમારી કબર કેમ દેખાય છે?)
અને પાછળ પાછળ ભાગતા આવે ભાઈઓ
(શું ઝઘડ્યો હજુ પત્યો નથી?)
પાછળ લાકડીને ટેકે
ઊભી ક્ષિતિજને શેઢે
મોતિયામાંથી મારો ખાટલો શોધતી મા.
મા, મનય ભળાતું નથી
હમણાં લગી હાથમાં હતું
તે બાળપણ અહીં જ ક્યાંક
ખાટલા નીચે ખરી પડ્યું છે.