ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/યશવંત સવાઇલાલ પંડ્યા

Revision as of 03:15, 11 July 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


યશવંત સવાઈલાલ પંડ્યા

એઓ જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ; અને ભાવનગરના વતની છે. એમના પિતાનું નામ રા. સા. સવાઈલાલ ગિરધરલાલ પંડ્યા, જેઓ અમદાવાદમાં આસિ. ઈજનેરના હોદ્દા પર છે; અને માતાનું નામ સૌ. નર્મદાબ્હેન, જેઓ સ્વર્ગસ્થ છે. એમનો જન્મ સન ૧૯૦૬માં પચ્છેગામ (કાઠિયાવાડ)માં થયો હતો; અને લગ્ન ભાવનગરમાં સન ૧૯૨૩માં સૌ. હંસા સાથે થયું હતું. એઓ અત્યારે કૉલેજમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થી અવસ્થામાં એમણે લખેલાં લેખો-નાટકો વગેરેએ ગુજરાતી વાચકવર્ગનું સારૂં લક્ષ ખેંચ્યું છે. એઓ પ્રણાલિકાભંગના પૂજક છે, એમ એમની છેલ્લી કૃતિ ‘મદન મંદિર’ કહી આપશે. નવા આગળ આવતા લેખોમાં શ્રીયુત યશવંત પંડ્યાએ નવીન વિચારશ્રેણી અને સ્વતંત્ર કૃતિઓથી સારી નામના મેળવી છે.

: : એમની કૃતિઓ : :

૧. પડદા પાછળ સન ૧૯૨૭
૨. ત્રિવેણી  ”  ૧૯૨૯
૩. મદન મંદિર  ”  ૧૯૩૦