કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૮. વતન એટલે

From Ekatra Wiki
Revision as of 10:23, 14 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૮. વતન એટલે|ઉશનસ્}} <poem> વતન એટલે છેવટે તો એક છાંયડી; છાંયડીન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૮. વતન એટલે

ઉશનસ્

વતન એટલે છેવટે તો એક છાંયડી;
છાંયડીને બાનો ચહેરોઃ
વતનને બાનો ચહેરો;

ઘર એટલે તુલસીનું માંજેરવાળું કૂંડું,
કૂંડામાં સાંજનો દીવો,
દીવો એટલે શીળી આભા,
આભાને બાનો ચહેરો,
ઘરને બાનો ચહેરો;

પર્વ એટલે બાના હાથનો સાથિયો,
સાથિયો એટલે
ઊમરા આગળના કંકુના મોટા ચાંલ્લા,
ચાંલ્લો એટલે બાના ભાલનું અખંડસૌભાગ્ય,
ચાંલ્લાને બાનો ચહેરો,
પર્વ એટલે બાનો ચહેરો;

દિવાળી એટલે દેવનું ઘર,
દેવના ઘરમાં ચાળણી-ઢાંક્યો અખંડ દીપ,
અખંડ દીપને બાનો ચહેરો,
દિવાળીને બાનો ચહેરો,
સમય એટલે ભીની નીકવાળી ગલી,
ગલી એટલે વીતેલા બાળપણના ઓઘરાળા,
ઓઘરાળામાં બાનો ચહેરો,
સમયને બાનો ચહેરો;
વતનને બાનો ચહેરો.

૬-૧૧-૭૧

(સમસ્ત કવિતા, પૃ. ૪૭૩)