અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિકૃષ્ણ પાઠક/હવે

From Ekatra Wiki
Revision as of 10:54, 14 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હવે|હરિકૃષ્ણ પાઠક}} <poem> હવે અમારે શું ગમતું-અણગમતું? ભાવ-શૂન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હવે

હરિકૃષ્ણ પાઠક

હવે અમારે શું ગમતું-અણગમતું?
ભાવ-શૂન્ય આ ભવસાગરમાં નાવ ભલે ને રમતું!
હવે અમારે શું ગમતું અણગમતું?

સઢના દોર કહીં નહિ બાંધ્યા,
નહીં હલેસાં હાથે.
કાળ-પ્રવાહે વહ્યે જવું – બસ
અંધ સમયની સાથે.
ક્ષિતિજ વિશે ધ્રુવતારક હો કે આભ શૂન્યતા ઝમતું!
હવે અમારે શું ગમતું અણગમતું?

રટણા નહિ મઝધાર તણી
નહિ પાર જવાની લગની:
જેવી શીત સપાટી –
એવો વડવાનલનો અગની.
અમે પંડથી અળગા: બ્રહ્માંડ ભલે ને ભમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?
‘સૂરજ કદાચ ઊગે’