હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/કંઈ પરિમાણો

From Ekatra Foundation
Revision as of 23:45, 21 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કંઈ પરિમાણો

કંઈ પરિમાણો નકામા લાવ્યો હાથ,
મેં નવેસરથી બીજો સિવડાવ્યો હાથ.

એ જગાથી હું તરત નીકળી ગયો,
એક સજ્જનને ભલે પકડાવ્યો હાથ.

સાંજ વીતી સ્નેહ-સંમેલન મહીં,
રાત આખી બેસી મેં સંધાવ્યો હાથ.

જો નથી કર્તા હું એકે કાર્યનો,
તો મને શા માટે આ પહેરાવ્યો હાથ?

ક્યારનો શોધું છું, પણ જડતો નથી,
જે નીતરતા રૂપમાં ભીંજાવ્યો હાથ.

ડૂબતાં મેં હાથ લંબાવ્યો હતો,
એમણે ઉત્સાહથી ફરકાવ્યો હાથ.
દોસ્ત, ૩૧