હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/ત્યાં હું અને
Jump to navigation
Jump to search
ત્યાં હું અને
ત્યાં હું અને તું મગ્ન, દરિયો, ફીણ cut
જોઈ મલકતી કન્યકા ગ્રામીણ cut
ઘોડા ઉપર વ્હેલી સવારે નીસર્યા,
ધુમ્મસ ખસે, નજરે પડે છે ખીણ cut
બાંધ્યું પરિચયને અપેક્ષાનું વજન,
બનતો ગયો... બનતો ગયો... એ ક્ષીણ... કટ્
સઘળી સ્મૃતિ શાને ભભૂકી ઊઠતી?
જે કંઈ વીત્યું વર્ષો હતાં કે મીણ? Cut
વર્ણન જીવન-ઝરમરમાં એનું ના થયું,
અંગત પ્રસંગો જે હતા કરપીણ cut
દોસ્ત, ૭૬