હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/દરરોજ અંધકાર

From Ekatra Foundation
Revision as of 23:57, 21 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દરરોજ અંધકાર

દરરોજ અંધકારનો પ્રચાર થાય છે,
તો પણ અજાયબી છે કે સવાર થાય છે.

જંગલનો કાયદો બધે જ છે અમલ મહીં,
જેની ગતિ હો મંદ, એ શિકાર થાય છે.

રફતાર મારી છે કે સમયની? ખબર નથી,
જાણું છું એ જ કે બધું પસાર થાય છે.

ઘરબાર છોડીને ઘણાય નીકળ્યા હશે,
એ ત્યાગ જો ન થઈ શકે, લટાર થાય છે.

ઝરમર નહીં ઓ મેઘ! તું કરી દે જળપ્રલય,
બળવાનનો જ વિશ્વમાં સ્વીકાર થાય છે.

ખડકો ઘસાઈ જાય છે અહીં વખત જતાં,
મારી ગઝલ વિષે મને વિચાર થાય છે.

દોસ્ત, ૮૩