ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/આઇસક્રીમ

From Ekatra Foundation
Revision as of 02:27, 24 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અકસ્માત

આઇસક્રીમ (ચંદ્રકાન્ત બક્ષી; ‘બક્ષીની કેટલીક વાર્તાઓ’, ૧૯૭૨) મિત્રના દીકરાના લગ્નના રિસેપ્શનમાં જઈ આવેલા વૃદ્ધ અનંતરાયને કમરનો દુખાવો પરેશાન કરે છે. આઇસક્રીમ ખાધો હશે - કહી પુત્રવધૂ વ્યંગ કરે છે. મિત્રમંડળી સાથે કરેલી સ્મરણયાત્રા વાગોળતા અનંતરાય પુત્રની લીલી વાડીમાં કેવા એકલા છે એનું હૃદયસ્પર્શી નિરૂપણ કરતી આ વાર્તા તેના લાઘવગુણથી નોંધપાત્ર નીવડે છે. ર.