ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઊંટની પીઠ પર ન ઊગી શકેલી તરસ

Revision as of 15:25, 24 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઊંટની પીઠ પર ન ઊગી શકેલી તરસ

ઊંટની પીઠ પર ન ઊગી શકેલી તરસ (રાજેશ અંતાણી; ‘રણની આંખમાં દરિયો’, સં. ધીરેન્દ્ર મહેતા, ૧૯૮૬) સતત ત્રીજે વર્ષે દુષ્કાળની પરિસ્થિતિને કારણે ગામ છોડી ગામવાસીઓ હયાધ ડુંગરની દિશામાં ચાલી જાય છે પરંતુ મુખી ‘જનેતા ન છોડાય’ કહી ખાલી ગામમાં રહી જઈ તરસનો સામનો કરે છે. અંતે વક્રતા રૂપે પાણી નહીં પરંતુ શેઠ તરફથી અનાજ આવીને ખડકાય છે. વાતાવરણપ્રધાન આ વાર્તામાં તરંગનો રંગ પણ ભળેલો છે. ચં.