ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કાદવના થાપા
કાદવના થાપા
વજુ કોટક
કાદવના થાપા (વજુ કોટક; ‘કાદવના થાપા’, ૧૯૬૬) કરમચંદ શેઠ ચોર આવ્યો માની પોતાના પુત્રને ભીંત સાથે અફાળે છે અને પુત્રનું મૃત્યુ થાય છે. પુત્રએ કાદવના થાપા દીધેલા કોટનો ફોટો પડાવવા તેઓ ગામમાં સ્ટુડિયો ખોલીને બેકાર બેઠેલા ચંદુ પાસે જાય છે અને ચંદુનું નસીબ ખૂલી જાય છે - એવા કથાનકને લેખકે પોતાની જીવનસામગ્રી રૂપે ચીલેચાલુ ઢબે રજૂ કર્યું છે.
ચં.