ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ખ/ખરડાયેલી ધરતી

From Ekatra Foundation
Revision as of 15:21, 25 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ખરડાયેલી ધરતી

સુહાસ ઓઝા

ખરડાયેલી ધરતી (સુહાસ ઓઝા; ‘લીલાવતી મુનશીથી હિમાંશી શેલત’, સં. ભારતી વૈદ્ય, ૧૯૮૭) બાની મૃત્યુક્ષણની આસપાસ હૉસ્પિટલના વર્તમાનથી બાના સ્મૃતિ-પ્રસંગોમાં અને ખુદ બાની પોતાની સ્મૃતિમાં સરતો કથાપ્રવાહ નાયિકા છાયાને મૃત્યુ અને અભાવની કેટલીક વિશિષ્ટ સંવેદનાઓ વચ્ચે મૂકે છે. થોડીક અકારણ લંબાતી અને ચિંતન સ્તરે ઊતરતી આ વાર્તામાં નિરૂપણનો કસબ જોવાય છે.
ચં.