ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગોમતીમા

Revision as of 15:59, 25 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ગોમતીમા

કરસનદાસ માણેક

ગોમતીમા (કરસનદાસ માણેક; મારી શ્રેષ્ઠ વાર્તા’, ૧૯૫૨) યુવાન વયે વિધવા થયેલાં ગોમતીમા દીકરા નારણને ઉછેરીને મોટો કરી પરણાવતાં વરવહુ તરફ ઈર્ષ્યાથી અંધ બને છે પણ દીકરા નારણને ટાઈફૉઈડ થતાં વહુની પ્રેમસેવા જોઈ ફરીને સ્નેહાર્દ્ર બની જાય છે - એવા વાર્તાવસ્તુને સંવાદ અને નાટ્યતત્ત્વથી વિકસાવ્યું છે.
ચં.