ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ડ/ડમરુ

Revision as of 02:19, 28 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

{{Heading|ડમરુ|મધુ રાય} ડમરુ (મધુ રાય; ‘રૂપકથા’, ૧૯૭૨) પિતા અને ભાઈના અવસાન પછી, વાસ્તવમાં ગૃહસ્થી માંડવાના ડરથી અપરિણીત રહી, નોકરી કરી ઘર-કુટુંબ સંભાળતી તિલોત્તમાને સૌ દીકરી નહીં દીકરો માને છે. નાની બહેનનો પતિ અનુપમ તિલોત્તમાની મનઃસ્થિતિ પામી જઈ તેની પ્રશંસા ન કરતાં સહાનુભૂતિ ધરાવે છે. તેની પાસે તિલોત્તમાએ ઘર ન માંડવાની કાયરતાની કરેલી કબૂલાત સાચી કે ફરજની ભાવના? કે પછી કોઈ ત્રીજું જ કારણ હશે? એવા પ્રશ્ન સાથે અંત પામતી વાર્તામાં માનવ-મનના વિવિધ સ્તરોનું નિરૂપણ રોચક બન્યું છે.
ર.