ફટકો
કેતન મુનશી
ફટકો (કેતન મુનશી; ‘સ્વપ્નનો ભંગાર’, ૧૯૫૩) પોતાની કાશીને પરણી ગયેલા કેશવનું જન્માષ્ટમીએ ઘાટીઓની ટોળી વચ્ચે લાઠીપટામાં મોત લાવવા ઇચ્છતા અને પછી પ્રેમ ખાતર એ વિચારને માંડી વાળતા ધોંડુને હરીફ સમજી કેશવ જ મરણિયો ફટકો મારે છે. માનવમનની ગતિ અને એના વર્તનને સૂક્ષ્મતાથી ઝાલતી આ વાર્તા સુશ્લિષ્ટ છે.
ચં.