ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ફ/ફટફટિયું
ફટફટિયું
સુમન શાહ
ફટફટિયું (સુમન શાહ, ‘ગુજરાતી વાર્તાસંચય : ૨’, સં. જયંત પારેખ, શિરીષ પંચાલ, ૧૯૯૯) પ્રવીણ અને રમાએ રાખેલી પાર્ટીમાં, મહેશ અને શોભા એમનાં મિત્રો રહ્યાં નથી છતાં પ્રવીણ એમને આમંત્રણ આપે છે કારણ કે શોભાની દીકરી મીતા મૂળે પ્રવીણથી થયેલી છે. કોઈ બીજા પ્રવીણને મળવા આવેલા માણસને પ્રવીણ ધમકાવીને કાઢી મૂકે છે. એ જ સમયે પ્રવીણને જ મળવા આવેલા કોઈ માણસને ચોકીદાર એના ફ્લેટ પર મૂકી આવે છે. અકારણ શંકાથી પ્રવીણ બેચેન છે. પાર્ટી પૂરી થાય છે ને મહેશનો ફોન આવે છે કે એની બાઈક ચોરાઈ જતાં એ પાર્ટીમાં આવી શક્યો નથી. સંબંધોની સંકુલતા છતી કરતી આ વાર્તા અકારણ વિસ્તરી ગઈ છે.
પા.