ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મદદનીશ
મદદનીશ
કિશોર જાદવ
મદદનીશ (કિશોર જાદવ; ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’, ૧૯૬૯) પોતે બેસતો એ ખુરશીમાં કોઈ અજાણી વ્યક્તિને જોતાં પોતાના વ્યક્તિત્વનું વિલોપન થશે અને અન્ય કોઈ એનું સ્થાન લેશે એવી ભયચિંતામાંથી આ વાર્તાની અસંગત સૃષ્ટિએ આકાર લીધો છે. ખોરવાઈ ગયેલો સંબંધ-વ્યવહાર આ પ્રયોગશીલ વાર્તાનું કથાબીજ છે.
ચં.