ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રોબર્ટ અને રોબોટ

From Ekatra Foundation
Revision as of 02:22, 13 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રોબર્ટ અને રોબોટ

કેતન મુનશી

રોબર્ટ અને રોબોટ (કેતન મુનશી; ‘રક્તદાન’, ૧૯૭૨) મનુષ્ય સદૃશ રોબોટની શોધમાં સફળ સંશોધક વૈજ્ઞાનિક રોબર્ટને થાય છે, હવે માણસનાં મન-શરીરથી થતાં સઘળાં કામ આ રોબોટ દ્વારા કરાવી શકાશે પરંતુ નાની શી ગફલત થતાં આ રોબોટના હાથે જ એના જનક-સંશોધક રોબર્ટનો કરુણ અંજામ આવે છે. ૨૦૫૦ની સાલનું ભવિષ્ય ભાખતી આ કથામાં વિજ્ઞાન ક્ષેત્રે મનુષ્યે ભરવા ધારેલી હરણફાળની સીમા અને સિદ્ધિ પર્યાપ્ત પ્રતીતિકરતાથી આલેખાયેલી છે.
ર.