ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકરની કથા

Revision as of 01:53, 14 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકરની કથા

માય ડિયર જયુ

શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકરની કથા (માય ડિયર જયુ, ‘ગુજરાતી નવલિકાચયન: ૧૯૯૯’, સં. યોગેશ જોષી, ૨૦૦૧) શનિની પનોતીના પરિણામે તૂટી ગયેલા, નર્યા બ્રાહ્મણિયા સંસ્કાર ધરાવતા ગોર લક્ષ્મીશંકર, દીકરાને ત્યાં સારવાર માટે ગયા છે. સાજા અને સાવ નવરાધૂપ થઈ ગયેલા ગોરભા બાજુના હેરકટિંગ સલૂનના કારીગરને મદદ કરી મશીન-ફુવારાથી ઘરાકના વાળ ધોઈ દેતી વખતે વિચારે છે કે એના ભાઈબંધ રવજી પટેલ અણધાર્યા આવીને પોતાને આમ વાળંદનું કામ કરતો જુએ તો? મરજાદી ગોરભાનું માણસ લેખે થયેલું પરિવર્તન પ્રતીતિકર નીવડે છે.
ર.