ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હીરા
Jump to navigation
Jump to search
હીરા
રણજિતરામ વાવાભાઈ મહેતા
હીરા (રણજિતરામ વાવાભાઈ મહેતા; ‘રણજિતરામ ગદ્યસંચય’ : ૧, ૧૯૮૨) નિષ્ફળ પ્રેમી હીરા અને મોતીસિંહ હીરાના અન્યત્ર લગ્ન પછી પણ મળતાં રહે છે. નદી તરીને મળવા આવતાં મોતીસિંહને બદલે હીરા નદી તરવાનું નક્કી કરે છે પણ ત્રાંબાને બદલે કાચી માટીના ઘડાને કારણે હીરા નદીમાં તણાય છે અને એને બચાવવા જતાં મોતીસિંહ પણ તેની સાથે જળસમાધિ લે છે. ‘વાત’માંથી ‘વાર્તા તરફની ગતિ નિર્દેશતી આ વાર્તાનું ઐતિહાસિક મહત્ત્વ છે.
ર.