કળા, સાહિત્ય અને વિવેચન/નિવેદન
સ્વ. પૂ. પપ્પાના સિદ્ધાંતચર્ચાના લેખોનો સંગ્રહ આજે પ્રગટ થાય છે તે જોઈ આનંદ થાય છે. પપ્પાના સ્વર્ગવાસ પછી એમનું ઘણુંબધું લખાણ અગ્રંથસ્થ રૂપે પડેલું. એમને ગ્રંથ રૂપે કેવી રીતે બહાર લાવવું તેની ઠીકઠીક મૂંઝવણ મનમાં હતી પરંતુ મને જણાવતાં આનંદ થાય છે કે પપ્પાજી પ્રત્યેના આદર અને સાહિત્યજગતમાં એમની પ્રતિષ્ઠા હતી તેને કારણે ગુજરાતીના પ્રકાશકો અને અન્ય સાહિત્યિક સંસ્થાઓએ સહર્ષ મોટાભાગનાં પ્રકાશનોની જવાબદારી ઉપાડી લઈ મારી મૂંઝવણ દૂર કરી દીધી. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા ભા. ૨’, પાર્શ્વ પ્રકાશને ‘કથાવિચાર’ અને ગુજરાતી સાહિત્ય પરિષદે ‘કળા, સાહિત્ય અને વિવેચન’ એ ગ્રંથો પ્રકાશિત કર્યા તેને પરિણામે હવે સ્વર્ગસ્થ પપ્પાજીનું ઘણુંખરું લખાણ ગ્રંથસ્વરૂપમાં ઉપલબ્ધ થઈ ગયું છે. હું અત્યારે એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. બધાં લખાણોને વ્યવસ્થિત ગોઠવવામાં અને ગ્રંથોના પ્રકાશનનું કામ ગોઠવી આપવામાં મુ. ગાડીતકાકા સતત મારી પડખે રહ્યા છે પરંતુ તેઓ પપ્પાજી અને અમારા કુટુંબની એટલા નજીક રહ્યા છે કે એમનો કોઈ પણ રીતે આભાર માનું તે એમને નહીં ગમે.
– યોગેશ પટેલ