અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/સોનલદેને લખીએ રે

From Ekatra Wiki
Revision as of 09:54, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સોનલદેને લખીએ રે|રમેશ પારેખ}} <poem> લાવો, લાવો, કાગળિયો ને દોત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સોનલદેને લખીએ રે

રમેશ પારેખ

લાવો, લાવો, કાગળિયો ને દોત સોનલદેને લખીએ રે
કાંઈ ટેરવાંમાં તલપે કપોત સોનલદેને લખીએ રે

સોનલ, અમે રે પંચાલની ભોમ રઝળતો તડકો રે
કાંઈ ઉનાળુ રણની મોઝાર ઘેંજળનો ઉફડકો રે

આવાં બળબળ અમરત આણ દઈ તમે પાયાં રે
માથે ચૈતરનું અંકાશ ને પવનના છાંયા રે

કાનસૂરિયું લટકતી ભેંકાર કે ઘરને ફળિયે રે
ઝીણે થડકે અમારી કોર્યમોર્ય અમે ટોળે વળીએ રે

વેગી વન વન ઊડતા વંટોળને વાવડ પૂછીએ રે
કેમ ભભકતા લાલ હિંગોળકના થાપા લૂછીએ રે

પાદર લગમાં તો પગલાંની ધૂળ કે રાફડાઉં બાંધે રે
સોનલ, સોનલ, આ કામરુનો દેશ રે નજરુંને આંધે રે
૨૦-૯-’૬૮/શુક્ર