અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/આલા ખાચરનું 'આપણું તો...'

From Ekatra Wiki
Revision as of 11:19, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આલા ખાચરનું 'આપણું તો...'|રમેશ પારેખ}} <poem> ભવાયા આવીને કે: ‘બાપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આલા ખાચરનું 'આપણું તો...'

રમેશ પારેખ

ભવાયા આવીને કે:
‘બાપુ જોવા ન આવે તો રમીએ નંઈ.’
–હળાંવને દીધાં બે ગામ, તાંબાના પતરે.

હડાળાનો કણબી કે’કે ‘દીકરીનાં આણાં અટક્યા છ્!
અફીણ ખાઉં’.
કાઢી દી ધ ો પગનો તોડો,
નગદ સોનાનોઃ
‘જા હાળાં, કર્ય આણાં...’

નગર શેઠે પત્ર ઝાલ્યા:
‘બારે વા’ણ બૂડ્યાં,
વખ ધોળું, લેણદારુંનેશેં મોઢું બતાવું?’
દીધાં જરઝવેરાતનાં ગાડાં:
‘લ્યો, રાખો મૂછનાં પાણી...’

આપણું તો એવું,
માગતલ મૂંઝાય,
આપતલ નંઈ,
ઠકરાણાં ક્યે: ‘સૌને દીધું,
અમને?’
અમે વાંઝિયાં.’

‘લ્યો, ત્યારે’—એમ કહીને
દેવના ચક્કર જેવા ખોળાના બે ખૂંદતલ
દઉં દઉં ત્યાં ગધની આંખ્યું ઊઘડી ગૈ.


રામજી લુવાર ઊભો છે.
કે’ છે: ‘ઘરાક આવ્યું છ, બાપુ...!’
બારતેરમાં સાટું સધરી જાશે
વેચી દેવી છે ને તલવાર?
આમેય તમારે પડી પડી કાટ ખાય છે...’

આપણું તો એવું...
દઈ દીધી!
માગતલ મૂંઝાય.
આપતલ નઈ.
૧૬-૧-૮૦/બુધ