અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/મારા સપનામાં…
Revision as of 11:21, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારા સપનામાં…|રમેશ પારેખ}} <poem> મારા સપનામાં આવ્યા હરિ મને બ...")
મારા સપનામાં…
રમેશ પારેખ
મારા સપનામાં આવ્યા હરિ
મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી.
સામે મરકત મરકત ઊભા
મારા મનની દુવારિકાના સૂબા
મારાં આંસુને લૂછ્યાં જરી…
આંધણ મેલ્યાં’તાં કરવા કંસાર
એમાં ઓરી દીધો મેં સંસાર
હરિ બોલ્યા : ‘અરે, બ્હાવરી…!’
(છ અક્ષરનું નામ, પૃ. ૪૧૭)