અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ફિલિપ ક્લાર્ક/— (પાસમાંયે પ્રેમથી…)

From Ekatra Wiki
Revision as of 07:13, 16 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|— (પાસમાંયે પ્રેમથી…)| ફિલિપ ક્લાર્ક}} <poem> પાસમાંયે પ્રેમથી,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


— (પાસમાંયે પ્રેમથી…)

ફિલિપ ક્લાર્ક

પાસમાંયે પ્રેમથી, રાખ્યાં હતાં;
એ નહોતાં તોય, મેં ચાહ્યાં હતાં.
સ્મરણોનાં પોયલાં ખીલે હવે;
મન મૂકીને જ્યાં અમે નાહ્યાં હતાં.
એમને જોવા ઊંચે દૃષ્ટિ કરી;
ખુદ નીચે ઊતરી, આવ્યાં હતાં.
એમનાં આંસુ સર્યાં જે ઘાસમાં;
તણખલાં એ ઘાસનાં ચાવ્યાં હતાં.
છે વસંતો આજ જ્યાં ઉમંગમાં;
એમને મેં બસ ત્યાં મનાવ્યાં હતાં.
એમની આંખો હતી, પ્યાલી સમી;
એટલે તો ભોજનો ભાવ્યાં હતાં.
ચાંદ ઝાંખો, વાય વ્હાણું તોયે શું?
રાતભર એ રોશની લાવ્યાં હતાં.