અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/વખાર : ૫. સાહેબવારી સુખસોન્તી

From Ekatra Wiki
Revision as of 07:48, 17 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વખાર : ૫. સાહેબવારી સુખસોન્તી|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> વોંધો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વખાર : ૫. સાહેબવારી સુખસોન્તી

સિતાંશુ યશશ્ચંદ્ર

વોંધો સો હોય, મોટા સા’બ? વોંધોનો સવાલ જ નથી, સરકાર. મોટી મે’રબાની આપની આ તો.

આ તો હોંભળતાંવેંત સે’જ ઓંચકો જરીક ખઈ જયા અમો, નાંમદાર.

એટલે એમ કે ઓંચકો તો સો, પણ એમ કે આપ નાંમદાર નોકરી આ ભટ-રાઠવાને આ વખારમાં કઈ રીત્યે...?

વાહ! વાહ-વાહ! આનું નોંમ વહીવટ, નાંમદાર; આનું નોંમ કડપ! અલ્યાઓ, સોંભળ્યુ સૌએઃ સાયેબ જાતે પેલા વખારવારાઓને રોકડું પરખાવસે કે વખાર રાખવી હોય તો આ છયે છને અંદર નોકરીએ રાખવા પડસે ને એયે પૂરા કાયદેસરના પગારે. વાહ! આનું નોંમ રાજ ને આનું નોંમ સુખસોન્તી.

આપને? આપનેયે ખરીસ્તો, સાયેબ; સુખસોન્તી આપને પેલી.
પડવાનાસ્તો, આખા મ્હોલ્લાના મત આ ઇલેકસનમાં ખરી જગોએ જ પડવાના, નાંમદાર.

સાયેબ-સાયેબ! ઓમ, પણ, આપ ઓમ ઊંધી બાજુ ક્યોં ચાલ્યા?
પૂરી? આપની મુલાકાત પૂરી? બીજે પોંચવાનું છે? સાયેબ?

મેમણવાડ ને મિસનવારા લત્તામોંયે વખારોનો આવો જ મામલો થયો છઅ્.

તો સારું, સરકાર, ત્યોંનું જુઓ.

પણ, સાયેબ, સાયેબ, આ હોંમી વખારનું કંઈ નંઈ?