‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/ઝીણું કાંતવું પણ આપણને ફાવે છે : હિમાંશી શેલત

Revision as of 03:00, 6 October 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૧ ખ
હિમાંશી શેલત

[સંદર્ભ : એજન]

ઝીણું કાંતવું પણ આપણને ફાવે છે

પ્રિય રમણભાઈ, વંદન. ‘પ્રત્યક્ષ’ના એપ્રિલ-જૂન ’૧૧ના અંકમાં હિમ્મતરામ વજેશંકર શાસ્ત્રી (આ નામધારી જે હોય એ!) જે બારીકાઈથી ‘રાઈટિંગ લાઈફ : થ્રી ગુજરાતી થિંકર્સ’ને જોઈ શક્યા છે, અને જે કાળજી તથા સજ્જતા-એકાગ્રતાથી એની સમીક્ષા કરી શક્યા છે એની ખુશી છે. ઝીણું કાંતવાનું આપણને ફાવે નહીં, એ મ્હેણું ટળ્યું. સારા-ક્ષતિરહિત અનુવાદ માટે ઉત્તમ કક્ષાનું editing જરૂરી છે, ઓરીએન્ટ બ્લેકસ્વાન જેવી પ્રકાશન-સંસ્થા પાસે એ સગવડ ન હોય એ તો કેમ બને? પ્રશ્નો તો અનેક થવાના પણ અત્યારે તો જે વાંચ્યું અને જે લાગ્યું એ વ્યક્ત કરવા આ પત્ર. અભિનંદન શ્રી હિમ્મતરામને અને તમને.

૨૬-૭-૧૧

– હિમાંશી શેલત

અબ્રામા (વલસાડ)
[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૧, પૃ. ૫૪]