અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/વખાર : ૭. ના હોય નાંમદાર

From Ekatra Wiki
Revision as of 07:56, 17 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વખાર : ૭. ના હોય નાંમદાર|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> ના ના, ના હોય,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વખાર : ૭. ના હોય નાંમદાર

સિતાંશુ યશશ્ચંદ્ર

ના ના, ના હોય, સાયેબ, એવું તો ના હોય! સત્તાવાર રીત્યે
આ અમારો આખો રે’ણાક વસ્તાર આજથી વખારનો એક ભાગ હોવાનું
હુકમનામું બજવાનું છે?
હતો જ? અગાઉથી હતો જ? ક્યારથી સાયેબ? પે’લેથી એટલે
પે’લેથી જ, સાયેબ?
પણ, સરકાર, પે’લેથી આ વખાર હતી જ ક્યાં અહીંયા?
વસ્તી? વસ્તી તો હતીસ્તો, મારા દાદાના વખતથી, કમસેકમ.
મારો તો જલમ જ આ ખોયડામાં, નાંમદાર; ઊછર્યાંયે અંઈ, આ બધાં.
વસ્તી તો પાછળથી કેવાઈ? અસલ, મૂળ, જૂનું
સત્તાવાર નોમ સરકારી દફતરે વખાર જ હતું, નાંમદાર?
મેમણવાડે ને બધેય એવું જ છે, સાયેબ?
ક્યાંય વસ્તી નંઈ, ને બધે વખાર?
મૂળે વખારમાં જ વસ્તી થઈ?
વખાર એ જ વસ્તી? વસ્તી એ જ વખાર?
ના ના, નાંમદાર, ના...

એવું તે હોય, સાયેબ, એવું તે હોય?