અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/પ્રમુખનો પત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રમુખનો પત્ર

ગુજરાતીનો અધ્યાપક સંઘના વાર્ષિક અધિવેશનમાં જે-તે વર્ષના પ્રમુખે આપેલાં વક્તવ્યો હવે એકત્ર ફાઉન્ડેશન દ્વારા ઓનલાઇન મૂકાઈ રહ્યાં છે એનો આનંદ છે.

ઈ.સ. ૧૯૪૭થી શરૂ થયેલો ગુજરાતીનો અધ્યાપક સંઘ એના ૨૫-મા વર્ષે રજત-જયંતી ઊજવે છે, અને એ નિમિત્તે ‘અધીત' શીર્ષકથી એનું મુખપત્ર શરૂ કરે છે. એટલે કે ઇસ. ૧૯૭૪-થી ગુજરાતીનો અધ્યાપક સંઘ દ્વારા ‘અધીત' લગભગ દર વર્ષે પ્રગટ થતું રહે છે. અત્યાર સુધીનાં ૫૦ વર્ષના ઇતિહાસમાં કુલ ૪૬ ‘અધીત' પ્રગટ થયા છે. આ 'અધીત'માં જે-તે વર્ષના પ્રમુખનું વ્યાખ્યાન સંપાદિત હોય છે. ગુજરાતીનો અધ્યાપક સંઘ દ્વારા અત્યાર સુધીમાં પ્રમુખીય પ્રવચનના ત્રણ ભાગ પ્રગટ થઈ ચૂક્યા છે. એનો ચોથો ભાગ આ વર્ષે ‘અધીત: પ્રમુખીય પ્રવચન: ૪' શીર્ષકથી પ્રગટ થયો રહ્યો છે. આ ચારેય ‘અધીત'માં પ્રકાશિત પ્રમુખીય વક્તવ્યને એક સાથે ઓનલાઈન મૂકી આપીને અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકોને આવા અભ્યાસપૂર્ણ વક્તવ્યો હાથવગા કરી આપવા બદલ ગુજરાતીનો અધ્યાપક સંઘ વતી હું એકત્ર ફાઉન્ડેશનના સૂત્રધાર અતુલ રાવલ ઉપરાંત અનંત રાઠોડ અને અન્ય સહકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.

ગુણવંત વ્યાસ
પ્રમુખ (૨૦૨૩-૨૪),
ગુજરાતીનો અધ્યાપક સંઘ