અભિમન્યુ આખ્યાન/કડવું ૩૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૩૯
[પાંડવ અને કૌરવનાં દળો અને એમની વ્યૂહરચનાનું વર્ણન, વર્ણાનુપ્રાસ ને આંતરપ્રાસનો કારણે તેમ જ ઝૂલણાનો ઉપયોગ કરવાને લીધે આકર્ષક બન્યું છે.]


રાગ છંદ, ઝૂલણાની ચાલ
આવ્યાં દળ બેહ, ઊલટ્યાં જ્યમ મેહ, કૌરવવ્યૂહ કપરો સાજે;
મુખ રહ્યા દ્રોણ, કરીને પોણ, સૂરજ સરખા ઋષિ વિરાજે.          ૧

ધ્રુજાવતો ધર્ણ, ભયાનક કર્ણ, અચળ જાણે ધ્રુવનો તારો;
અશ્વત્થામા ચંદ્ર, દુર્યોધન ઇન્દ્ર, કૃપાચાર્ય બૃહસ્પતિનો તારો.          ૨

કૃતવર્મા ધંન, મંગળ દુઃશાસંન, વીજળીતુલ્ય જયદ્રથ રાણો;
બાહ્લિક મહાબાહુ, ભૂરિશ્રવા રાહુ, શકુનિ શનીશ્વર જાણો.          ૩

ઉછાળે આયુધ, કરવાને જૂધ, ઠેકાવી અશ્વને આગળ થાતા;
વિકરાળ છે મોઢાં, હણહણે ઘોડાં, ધરણ્ય ધ્રુજાવતા વીર ધાતા.          ૪

ખળકે સાંકળ, મોટાં મદગળ, ફરકે ધજા ઊંચી અંબાડી;
રંગીલા રાય, શોભે સેનાય, વ્યૂહ વિરાજે જેવી વાડી.          ૫

પાંડવોના શૂર, મહાબળ પૂર,ગરુડ-વ્યૂહ જેણે કીધો વીર;
કુંતીકુંવર, જાણે અમર , શોભા સર્વ અભિમન ધીર.          ૬

બ્રહ્મા જેવો ધર્મ, ભયાનક કર્મ, ભીમરૂપે શ્રી ઇન્દ્રરાય;
નિકુળ ભાસ્કર, વાસુકિ વૈશ્વાનર, કૌરવે તાપ સહ્યો નવ જાય.          ૭

સહદેવ સાગર, મુકાવે પાર, દ્રૌપદીબાળ કૃતાંત કાળ;
શિખંડી પ્રચંડ, ગદા જમદંડ, ધૃષ્ટધુમ્ન વાસુકિ વ્યાળ.          ૮

કુંવર કુંતીભોજ, રહ્યા દક્ષિણફોજ, વૈરાટ દ્રુપદ શોભે ભૂપ;
ગયો અભિમંન, વ્યૂહને વદંન, વિષ્ણુ જેવું વિરાજે રૂપ.          ૯

વલણ
રૂપ વિરાજે કુંવર કેરું, લાજે કોટિ અનંગ રે;
ઉભય દળ ભેગાં થયાં, વ્યૂહ કેમ પામ્યો ભંગ રે?          ૧૦