અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રજનીકાન્ત સથવારા/મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો
મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો
રજનીકાન્ત સથવારા
મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો
જરીક પાન ફરક્યાની વારતા કરાય નઈ
આજકાલ્ય મુંથી મારામાં ર્હેવાય નઈ
હમણું તો ઠીક ઈ તો મૉઘમ ક્હેવાય
દીઠો ઉમ્બરામાં પંછાયો પ્હાડનો
કમ્મરમાં કાં’ક ફરી ટૌક્યું’લી ઇમ્મ
જૉણેં પ્હેર્યો મીં મૈનો અહાડનો
નખમાં રેલમ્મલોલ્ય માવઠું
મીં પાધરુંક જોયું ઝાલ્યું નં તૉય છેટું
’લી કુંણ મારાં ટેરવાંનં કરતું’જ્યું નેટું
મટકુંયે હમ્મ તારા માર્યું મીં વૉય
રાત્ય રસ્તો થઈ જાય ઇમ્મ ધારું
એવું તે કુંણ બર્યું ફરકી જ્યું ઑય
નર્યા નેવાં થઈ જાય પૉણિયારું
વાડામાં એકલી ભીંજાતી તરબોળ્ય
પાળ્ય બાંધો ’લ્યા જાય તાંણી વાયરો
મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો
(ઝળઝળિયું, ૧૯૯૧, પૃ. ૨૩)