કંકાવટી/ચાંદરડાની પૂજા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચાંદરડાની પૂજા

[નાની નાની કન્યાઓ સાંજ સમયે તારાને ઊગતો નિહાળતાંની વાર જ બોલી ઊઠે -] “એલી એય! જો ચાંદરડું ઊગ્યું!” એટલું કહી, હાથની ખોટી ખોટી કંકાવટી કરી, તારાની સામે કલ્પિતકંકુના કલ્પિત છાંટા ઉરાડવા માડે અને બોલવા લાગે:

પે’લું ચાંદરડું મેં પૂજ્યું
પછી મારા વીરે પૂજ્યું
આભલું ડાભલું
કૂરડીમાં સાકર
ભાઈબાપ ઠાકર
દરિયામાં દીવો
ભાઈબાપ જીવો.
આભલા ડાભલા, સૂડી વચ્ચે સોપારી,
સોનાના બે ગાભલા, મારો ભાઈ વેપારી.

[પછી કલ્પિત કંકુ ચોખા ઉડાડી, હાથ નાંખીને અંતરિક્ષમાં દુખણાં લઈ -]

ધાન ખાઉં ધૂડ ખાઉં
મારા ભાઈ ઉપરથી ઘોળી જાઉં!
 
૨. ચાંદરડાની પૂજા કંકાવટી
આંબરડું ફોફરડું
ઝવેરચંદ મેઘાણી ૪. અહલીપહલી