કંકાવટી મંડળ 2/શબ્દકોશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શબ્દકોશ

અગતો = છૂટી, અણોજો અધ્યારુ = અધ્વર્યુ, પુરોહિત અનરાધાર = ખૂબ આકડો = એ નામનો છોડ આગરીઘૂઘરી = ઘૂઘરી આંજરાંપાંજરાં = પાંજરાં એવાતણ = સૌભાગ્ય ઓઢ = હોડ ઓધાન = ગર્ભ કટમકટા = કટ્ટર કટૂડિયું = કુલડી કમખો = સ્ત્રીનું કાપડું કરડો = વીંટી કાંસી = કાંસાની બનેલી ઝાલર કૂર = ચોખાના ભરડેલ લોટનું બાફણું ખલ = રેશમી કાપડનો ટૂકડો ખાંડી = ખોડી, લૂલી ખોડસું = લાકડું ગરજાં = ગીધ ગામતરે = પ્રવાસે ગારગોરમટી = લીંપણની માટી ગોળીટા = ગોળા ઘણકો = લક્કડખોદ પક્ષી જણી = દીકરી જાઈ = દીકરી ઝાલ = નાકનું ઘરેણું ડોયો = ચાટવો ઢસરડા = વેઠ ઢાંઢો = બળદ થાનેલા = સ્તન દાડી = રોજની મજૂરી ધનોતપનોત = ખેદાનમેદાન નકરાં = એકલાં નેટુ = પારખું પરવટ = સાડલાનો છેડો કેડે ભરાવી ખોળો કરવો તે પરિયાણ = (પ્રયાણ) તૈયારી પાંભરી = ઉપરણી પેડું = હાંલ્લું પૈઠીશું = પળશું પૈઠણ = જમાઈને પહેરામણી બૂંગિયાં = પ્રચંડ અવાજવાળો ઢોલ ભળકડું = પરોઢિયું ભરોટા ઉલાળવા = ઘાસનાં ભરેલાં ગાડાં ગાયોને મોંએ ઠાલવી નાંખવાં મનખા-દેઈ = મનુષ્યદેહ મનખો = મનુષ્યોનાં ટોળાં મરતક આવવાં = મૃત્યુ આવવું માલીપા = અંદર મોકળાં = છૂટાં મોઢવું = છાણાને ગોઠવીને છાણ વતી લીંપીને કરેલો ઢગલો મોરિયો = ઘડો રાવળ = મોટો માણસ રાણ = રાયણ રેડિયા જેવી = જાડી રોદળો = ઢીલા શરીરવાળી વડારણ = રાણીની દાસી વાવડ = સમાચાર વિસ્મે = વિસ્મય વીંછીડા = પગમાં પહેરવાના વીંછિયા વોકળિયું = મોરપગલાંની ભાત શેડ્યું = ધારાઓ સુખડી = મીઠાઈ સાંઠીકડું = સળીકડું, સાંઠી જેવી સોરામણ = સગવડ હડફાં ખૂંદીને = જોશ કરીને હાંફળીફાંફળી = વ્યાકુળ