કંસારા બજાર/રેતી ભરેલી નાવ
Jump to navigation
Jump to search
રેતી ભરેલી નાવ
રેતી ભરેલી એક નાવને
હું વહેતી મૂકું છું.
જા, જા, ડૂબી જા દરિયાને તળિયે
પણ, એ નાવ તો અચાનક
પરગ્રહના પ્રકાશપુંજ જેવી ઝડપે
ઊડી ગઈ આકાશમાં.
જુઓ, હવે, ખીચોખીચ તારાઓના ઝૂંડ વચ્ચે,
અટવાયેલી પડી છે.
મબલખ તારાઓની રોશનીમાં
રસ્તો ભૂલી ગઈ લાગે છે એ નાવ.
તારાઓ વચ્ચે ફસડાઈ પડેલી
નાવ જેવા ચિત્રનું એક તારાઓનું ઝૂમખું
હવે આકાશમાં સ્થિર થઈ ગયેલું દેખાય છે.
મેં તો કહ્યું જ હતું.
અહીંથી આગળ, નથી કોઈ વિશ્વ હવે.